કોર્ટ મેરેજ- સંબંધોના કારાવાસમાં
કોર્ટ મેરેજ ... સંબંધોના કારાવાસમાં બપોરના પોણા બે વાગી રહ્યા હતા. તડકો બરાબર માથે ચઢ્યો હતો. બસ , અરધો કલાક પછી અંતિમ ચુકાદો થઈ જશે. ફક્ત ડિવોર્સ પેપર્સ પર સહી કરવાની બાકી હતી. ચંદ્રકાંત બારોટ આ કેસના એકમાત્ર વકીલ હતા તદઉપરાંત ધીરુભાઈના જૂના અને સારા મિત્ર પણ ખરા. ધીરુભાઈ અને સેજલબેનના ૨૮વર્ષના લગ્ન સંબંધનો આવી રીતે અંત આવશે એવું કોઈએ કલપ્યું નહીં હોય. દીકરી મિષા અને ચંદ્રકાંત સાહેબે ડિવોર્સ અટકાવવાના બહુ પ્રયત્નો કર્યા હતા પણ બે માં થી એકેય સાથે રહેવા માંગતા ન હતા. મિષા અને આકાશ બન્ને ભાઈ-બહેન માટે આ પરિસ્થિતિમાંથી નીકળવું ખૂબ જ અઘરુ હતુ. કોર્ટની બહાર અત્યારે સૌ રાહ જોઈ ઊભા હતા. ૨ વાગે સુનવણી શરૂ થવાની હતી. એક તરફ ધીરુભાઈ એમનો આસિસ્ટન્ટ અને અનિલભાઈ ઊભા હતા. ત્યાંથી થોડે અંતરે પાર્કિંગ બાજુ સેજલબહેન , મિષા , આકાશ અને સેજલબહેનના મોટાભાઇ ઊભા હતા. મિષા છેલ્લી વાર મમ્મી-પપ્પાને સમજાવા ગઈ એ દિવસ યાદ કરી રહી હતી... ...